functions functions

Functions

અ-શાખા (સ્થાનિક મહેકમ)

વિભાગના વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ ના અધિકારીઓ/કર્મચારીઓના મહેકમ/સેવા વિષયક કામગીરી જેવી કેઃ

 • જગ્યાઓ ઊભી કરવા, હંગામી જગ્યાઓને ચાલુ રાખવા, કાયમી કરવા અને રદ કરવાની કામગીરી.
 • પગાર ધોરણને લગતી કામગીરી.
 • ભરતી, નિમણૂક, બઢતી, બદલી, પ્રતિનિયુકિતને લગતી કામગીરી.
 • શારીરિક યોગ્યતાની તપાસને લગતી કામગીરી.
 • સર્વિસ કાર્ડ અદ્યતન રાખવાની કામગીરી તથા !સાથી ! ની કામગીરી.
 • પ્રવરતા અને સંભાવ્ય તારીખને લગતી કામગીરી.
 • રજા, ચાર્જ એલાઉન્સ, જોઇનીંગ ટાઇમ, વતન પ્રવાસ, રજા પ્રવાસ રાહતને લગતી કામગીરી.
 • વિભાગના અધિકારી/કર્મચારીની ૫૦-૫૫ વર્ષે સમીક્ષા બાબત.
 • ખાનગી અહેવાલો અને તેમાં પ્રતિકૂળ નોંધને લગતી કામગીરી.
 • નોકરીમાં પડેલ તૂટ જોડવા અને સેવા સળંગ ગણવાને લગતી કામગીરી.
 • ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાને લગતી કામગીરી.
 • પગાર ભથ્થાના મુદત બહારના બીલોને મંજૂરી આપવાની કામગીરી.
 • નામ, અટક, જન્મ તારીખમાં ફેરફાર કરવા અંગેની કામગીરી.
 • અન્ય જગ્યાએ નોકરી મેળવવા અરજીઓ રવાના કરવા અંગેની કામગીરી.
 • પાસપોર્ટ માટે ના-વાંધા પ્રમાણપત્રો આપવા અને વિદેશ પ્રવાસની મંજૂરીને લગતી કામગીરી.
 • ભારતમાં/વિદેશમાં તાલીમ (ઇ-ગવર્નન્સ અને આઇ.ટી. તાલીમ સહિત) સેમીનાર વર્કશોપ / ઓપવર્ગમાં જવાની મંજૂરી આપવાની કામગીરી.
 • હવાઇ મુસાફરીની મંજૂરીને લગતી કામગીરી.
 • વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, અપરિપકવ નિવૃત્તિ, રાજીનામાને લગતી કામગીરી.
 • પેન્શન, ગ્રેજયુઇટી, જોડાણ-૭ અને ૮ના પ્રમાણપત્રો આપવાને લગતી કામગીરી.
 • સેવા / આવક અંગેના પ્રમાણપત્રો આપવાની કામગીરી.
 • રોજમદારોની નિમણૂકો અને તેને આનુષંગિક કામગીરી.
 • સ્થાવર /જંગમ મિલકતોની માહિતીને લગતી કામગીરી.
 • વિભાગના અધિકારીઓ વચ્ચે સત્તા / કામની વહેંચણીને લગતી કામગીરી.
 • વિભાગની શાખાઓના વિષયોની ફાળવણીને લગતી કામગીરી.
 • પૂર્વ સેવા તાલીમ અને તાલીમાંત પરીક્ષા, ખાતાકીય પરીક્ષા, ભાષાકીય પરીક્ષા, ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કામગીરી.
 • વ્યવસ્થા અને કાર્યરીતિને લગતી કામગીરી.
 • ટેલીફોનની સુવિધાઓ પૂરી પાડવાને લગતી કામગીરી..
 • વિભાગના અધિકારીઓ / કર્મચારીઓની બેઠકો, સ્ટાફ મીટીંગને લગતી કામગીરી.
 • કચેરી સમય પાલન અને હાજરીને લગતી કામગીરી.
 • સરકારી આવાસ મેળવવાની અરજીઓ રવાના કરવાની કામગીરી.
 • ઉપાડ-વહેંચણી અધિકારી / જન સંપર્ક અધિકારીની / રોસ્ટર સંપર્ક અધિકારીની નિમણૂંકને લગતી કામગીરી.
 • વિભાગના વાહનોની ખરીદી, નિભાવણી, ફાળવણી અને કન્ડેમ કરવાને લગતી કામગીરી.
 • તમામ પ્રકારની પેશીગીઓ મંજૂર કરવાને લગતી કામગીરી જેવી કે –મકાન પેશગી, વાહન પેશગી, સાયકલ પેશગી, પંખાની પેશગી, તહેવાર પેશગી, અનાજ પેશગી, મુસાફરી ભથ્થાની પેશગી, રજા પગાર પેશગી, રજા પ્રવાસ રાહત પેશગી.
 • જનરલ પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી, અંશતઃ કે આખરી ઉપાડને લગતી કામગીરી.
 • તબીબી સારવાર પેશગી અને તબીબી સારવારના ખર્ચના નાણાં મંજૂર કરવાને લગતી કામગીરી.
 • જૂથ વીમા યોજનાને લગતી કામગીરી.
 • પેટ્રોલના બીલોની ચુકવણીની મંજૂરીની કામગીરી.
 • વિકલાંગ કર્મચારીઓને કન્વેયન્સ એલાઉન્સ મંજૂર કરવાની કામગીરી.
 • ગ્રંથાલયનું સંચાલન, ગ્રંથાલયમાં સભ્યપદ, પુસ્તકો માટે બાંહેધરીને લગતી કામગીરી.
 • કેશીયર / સ્ટોર ઇન્ચાર્જના બોન્ડ અંગેની કામગીરી.
 • કર્મચારી સહકારી સોસાયટીમાં સભ્યપદને લગતી કામગીરી.
 • વિભાગના અધિકારોઓ / કર્મચારીઓની આંકડાકીય માહિતી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીને મોકલવાની કામગીરી.
 • આમંત્રિતોની યાદી અને મહાનુભાવોનું સ્વાગત.
 • વિભાગના અધિકારીઓ / કર્મચારીઓ માટે રમત-ગમત / સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતી કામગીરી.
 • વિભાગના અધિકારીઓ / કર્મચારીઓ ઓળખપત્રો / કામચલાઉ ઓળખપત્રો આપવા તેમજ રજાના દિવસે ઓફિસ ખોલવાની પરવાનગીને લગતી કામગીરી.
 • વિભાગના અધિકારીઓ / કર્મચારીઓ વિરુધ્ધની વહીવટી કામગીરીને લગતી ફરિયાદો તેમજ તેઓની સામેના આક્ષેપોની ફરિયાદ અરજીઓ અંગેની પ્રાથમિક તપાસ / ખાતાકીય તપાસ અને ફરજ મોફૂકી, તકેદારી સંદર્ભો વગેરેને લગતી કામગીરી.
 • વિભાગની શાખાઓના અને નાયબ સેકશન અધિકારીઓના દફતર નિરીક્ષણને લગતી કામગીરી.
 • દફતર વર્ગીકરણ, તેની જાળવણી, તેના નાશ અંગેની તમામ કામગીરી.
 • વહીવટી સુધારણા સમિતિઓને લગતી તેમજ તેની બેઠકોને લગતી કામગીરી.
 • રવાનગી યાદીને લગતી કામગીરી.
 • વિભાગ(ખુદ)ની માંગણી ક્રમાંકઃ ૨૫ તથા માંગણી ક્રમાંકઃ૨૮ ની માંગણીનું એ.જી. સાથે ખર્ચનું મેળવણું.
  - વિભાગ(ખુદ)નું એ.જી. સાથે ઓડિટ અંગેની કામગીરી.
 • કોમ્પ્યુટરો, ટાઇપરાઇટરો, ઝેરોક્ષ મશીન, ફેક્સ મશીન, રોનીયો મશીન વગેરેની ખરીદી, રીપેરીંગ, નિભાવણીને લગતી કામગીરી.
 • ટેલિફોન/સેલ્યુલર ફોન/મોબાઇલની ખરીદી, જોડાણ, રીપેરીંગ અને તેના બીલોની વહીવટી મંજૂરીને લગતી કામગીરી.
 • માન.મંત્રીશ્રી (વન-કેબીનેટ/રાજય કક્ષાના/નાયબ કક્ષાના) ના વિદેશ પ્રવાસને લગતી કામગીરી.
 • ઉક્ત વિષયોને લગતના ઓડિટ પારાને લગતી કામગીરી.
 • ઉક્ત વિષયોને લગતા કોર્ટ કેસોને લગતી કામગીરી.
 • ઉક્ત વિષયોને લગતા વિધાનસભા/લોકસભા/રાજ્ય સભાના પ્રશ્નો, ખાતરીઓને લગતી કામગીરી.
 • ઉક્ત વિષયોને લગતા ધારાસભ્યો/સંસદ સભ્યો/મંત્રીશ્રીઓ/મુખ્ય મંત્રીશ્રી/રાજ્યપાલશ્રીના સંદર્ભોને લગતી કામગીરી.
 • ઉકત વિષયોને સંબંધિત RTI ને લગતી કામગીરી.
 • વિભાગની વ્યવસ્થા અને કાર્યરીતિને લગતી કામગીરી.
રોકડ શાખા

વિભાગનું અંદાજપત્ર, વિભાગના અધિકારી/કર્મચારીઓના તમામ પ્રકારના બિલો અને સેવાપોથી)

 • વિભાગનું અંદાજપત્ર તૈયાર કરવાને લગતી કામગીરી.
 • વિભાગના અધિકારીઓ/કર્મચારીઓના પગાર-ભથ્થાના બીલોને લગતી કામગીરી .
 • નાણાકીય લેવડ-દેવડની કામગીરી.
 • સરકારી નાણા સરકારી તિજોરીમાં જમા કરાવવાની કામગીરી.
 • કેશબુક અને ચેક રજીસ્ટર ને લગતી કામગીરી.
 • ઉચ્ચક બીલો તેમજ વિગતવાર બીલોને લગતી કામગીરી.
 • પ્રવાસ ભથ્થાના બીલોને લગતી કામગીરી.
 • એલ.ટી.સી. અને હોમટાઉનના બીલોને લગતી કામગીરી.
 • તબીબી સારવારના બીલોને લગતી કામગીરી.
 • તમામા પ્રકારના પેશગીઓના બીલોને લગતી કામગીરી.
 • કન્ટીજન્સી બીલો, પેટ્રોલના બીલો, કોમ્પ્યુટરને લગતા બીલો, ટેલીફોન બીલોને લગતી કામગીરી
 • એરીયર્સના બીલોને લગતી કામગીરી.
 • સ્થાયી પેશગીનું રજિસ્ટર નિભાવની તેમજ સ્થાયી પેશગીના બીલોને લગતી કામગીરી.
 • ખર્ચ પત્રક જરૂરી રજીસ્ટર તેમજ જરૂરી પત્રકો બનાવવાની કામગીરી.
 • બિનરાજયપત્રિત કર્મચારીઓના માસિક ભાડાપત્રક બનાવવા અને તેનું મેળવણું કરવાની કામગીરી.
 • જનરલ પ્રોવિડન્ટ ફંડના નવા ખાતાઓ ખોલવવાને લગતી કામગીરી
 • જી.પી.એફ.મકાન પેશગી, વાહન પેશગીની પાસબુક નિભાવવાની અને તેના મેળવણાની કામગીરી.
 • વિભાગના અધિકારીઓ/કર્મચારીઓના આવક વેરાના પત્રકો ભરાવવાની તેમજ ફોર્મ નં.૧૬ ભરીને આપવાની કામગીરી .
 • વિભાગના અધિકારીઓ/કર્મચારીઓની સેવાપોથીઓ બનાવવાની, જાળવણી કરવાની, પગાર, રજા, એન્કેશમેન્ટ બ્લોક, એલ.ટી.સી.બ્લોક, હોમટાઉન બ્લોક તેમજ બઢતી, બદલી, પ્રતિનિયુક્તિ, ખાતાકીય પરીક્ષા વગેરે સેવા વિષયક એન્ટ્રીઓ પાડીને અદ્યતન રાખવાની તેમજ તેની માહીતી પ્રમાણિત કરી આપવાની કામગીરી .
 • સેવાપોથી રજીસ્ટર અને ઈજાફા રજીસ્ટર અદ્યતન રાખવાની કામગીરી.
 • પગાર ફીકસેશન અને વેરીફીકેશનને લગતી કામગીરી.
 • આવક અંગેના પ્રમાણપત્રો માટે જરૂરી માહિતી આપવાની કામગીરી.
 • ઉકત વિષયને લગતા ઓડિટ પારાને લગતી કામગીરી.

સ્ટોર (વિભાગ માટે તમામ પ્રકારની ખરીદી, સ્ટોર/ ડેડ સ્ટોકની નિભાવણી )

 • વિભાગ માટે ની તમામ પ્રકારની ખરીદી અને તેને આનુષાંગિક કામગીરી .
 • તમામ પ્રકારની સ્ટેશનરી પુરી પાડવાને લગતી તેમજ પત્રો, અર્ધ સરકારી પત્રો ફોર્મ્સ, ફાઈલ કવર, વીઝીટીંગ કાર્ડ વિગેરે છપાવવાની કામગીરી.
 • સ્ટોરની નિભાવણી અને ડેડસ્ટોક રજીસ્ટરની નિભાવણી ને લગતી કામગીરી.
 • વિભાગ માટે જ્ગ્યાની ફાળવણી અંગે સામાન્ય વહીવટી વિભાગ સાથે પત્ર-વ્યવહારની અને શીફટીંગને લગતી કામગીરી.
 • વિભાગની કચેરીના રીપેરીંગ કામ માટે તેમજ પીવાના પાણી અને સેનીટેશનની સુવિધાઓ અંગે માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શની કામગીરી.
 • વિભાગની સાફ-સફાઈને લગતી કામગીરી.
 • વર્ગ-૪ના કર્મચારીઓને ગણવેશ, બુટ, છત્રી, ગરમ કપડ પુરા પાડવાની કામગીરી.
 • કોમ્પ્યુટરો /ટાઈપ રાઈટરો /ઝેરોક્ષ મશીન /ફેકશ મશીન /રોનીયો મશીન વગેરેની ખરીદી રીપેરીંગ નિભાવણીને લગતી કામગીરી.
 • વિભાગના અધિકારીઓના નિવાસ સ્થાને ફર્નીચર પુરૂ પાડવાની કામગીરી.
 • અધિકારીઓના નિવાસ સ્થાનની પેપરની પસ્તી મેળવીને સ્ટોરમાં જમા કરાવવાની અને હરાજીથી તેનો નિકાલ કરવાની કામગીરી.
 • સ્ટોરની બિનજરૂરી વસ્તુઓની હરાજીથી તેનો નિકાલ કરવાની કામગીરી.
 • વિભાગના અધિકારીઓ /કર્મચારીઓ માટે રમત-ગમતના સાધનો ખરીદવાને લગતી તેમજ ડેડ સ્ટોક રજીસ્ટરમાં નોંધવામાં, સ્ટોરમાં રાખવા, રમવા માટે આપવા અને પરત લેવા અંગેની કામગીરી.
 • સિવિલ વિભાગ તથા વિદ્યુત વિભાગની સામાન્ય ફરિયાદો જે તે શાખાઓ બારોબાર નોંધાવવી તથા ફરિયાદો દુર કરાવવી, પરંતુ ખાસ પ્રકારની ફરિયાદો તથા વધારે ખર્ચ થાય તેવી ફરિયાદોની જાણ સ્ટોર ઈન્ચાર્જને કરવી. સ્ટોર ઈન્ચાર્જ તેનો નિકાલ કરાવવાનો રહેશે.
 • રીફ્રેશમેન્ટ / ઝેરોક્ષ / ટાઇપ કામ / પુસ્તક-મેગેઝીનની ખરીદી / કે.ઓ.ટી. બુકો અંગેની કામગીરી /અખબાર વગેરેના બીલોની ચુકવણીની મંજૂરીની કામગીરી.
 • ઉકત વિષયોને લગતા ઓડિટ પારાને લગતી કામગીરી.
 • ઉકત વિષયોને લગતા કોર્ટ કેસોને લગતી કામગીરી.

રજીસ્ટ્રી (વિભાગમાં આવતી ટપાલોની સ્વીકૃતિ, નોંધણી અને રવાનગી )

 • વિભાગની રજીસ્ટ્રી સંબધી સઘળી કામગીરી.
 • વિભાગમાં આવતી ટપાલોના ઈનવર્ડને લગતી કામગીરી (જેવી કે માર્કીગ, નોંધણી, વહેંચણી)
 • વિભાગમાંથી બહાર મોકલવામાં આવતી ટપાલના આઉટવર્ડને લગતી કામગીરી.
 • વિભાગમાં આવતી ખાનગી ટપાલોની સ્વીકૃતિ અને સંબધિત અધિકારીઓને વહેંચણીની કામગીરી.
 • સર્વિસ સ્ટેમ્પની ખરીદી અને તેના હિસાબને લગતી કામગીરી.
 • IWDMS માં ટપાલ નોંધવી-સ્કેનીંગ કરીને online ટપાલ મોકલવી તેમજ રવાના કરવી.
સંકલન શાખા
 • વિધાનસભા સત્ર દરમિયાન વિધાનસભા તરફથી મળતા તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો અને અન્ય પત્રો અંગે સંકલનની કામગીરી.
 • માન.મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળતી માન.ધારાસભ્યશ્રીઓની પરામર્શ સમિતિ અંગેની કામગીરી.
 • અંદાજ સમિતિ, પંચાયતી રાજ સમિતિ, ખાતરી સમિતિ, જાહેર સાહસો માટેની સમિતિ, ગૌણ વિધાન સમિતિ તથા સંસદીય સમિતિને લગતી કામગીરી.
 • ખાતાના વડાની કચેરી તથા બોર્ડ/કોર્પોરેશનના એકશન પ્લાનને લગતી સંકલનની કામગીરી.
 • વિભાગ (ખુદ) ની પડતર કાગળો અને પડતર તુમારોની માહિતી સંકલિત કરી સામાન્ય વહીવટ વિભાગને મોકલવા અંગેની કામગીરી તેમજ તુમાર નિકાલ ઝૂંબેશને લગતી સંકલનની કામગીરી.
 • વિભાગ (ખુદ) ના માન.સંસદ સભ્યશ્રીઓ/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ પત્રોના સંકલનની કામગીરી તથા તે પડતર પત્રોની માહિતી સંકલિત કરી સા.વ.વિ.ને મોકલવાની કામગીરી તથા માન.મુખ્યમંત્રીશ્રીના સંદર્ભ અન્વયે સંકલનની કામગીરી.
 • વિભાગ (ખુદ) ના ભારત સરકારશ્રી તરફથી મુખ્ય સચિવશ્રીને મળેલ અર્ધ સરકારી પત્રોના સંકલનની કામગીરી તથા તે પડતર પત્રોની માહિતી સંકલિત કરી સા.વ.વિ.ને મોકલવાની કામગીરી.
 • આરટીઆઇની બે કરતાં વધુ જાહેર માહિતી અધિકારીને સ્પર્શતી તથા ત્રિમાસિક માહિતી સંકલનની બાબતો.
 • માન.વડાપ્રધાનશ્રી, મુખ્ય મંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓના પત્રોની સંકલનની કામગીરી.
 • વિભાગના વિષયોને લગતી સંકલનની કામગીરી તથા કોઇ પણ શાખાને ન ફાળવેલ વિષય અંગેની કામગીરી.
 • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિઓ તથા તે અંગેના કમિશનોને લગતી કામગીરી.
 • ગુજરાતની મુલાકાતે આવતા વીઆઇપી અંગેની કામગીરી.
 • લોક ફરિયાદ નિવારણ અંગેની કામગીરી.
 • સચિવશ્રીઓની બેઠક અંગેની કામગીરી.
 • અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો દર મહિને નવી યોજનાનો અહેવાલ સા.વ.વિ.ને મોકલવા, જે માન.રાજ્યપાલશ્રી દ્વારા માન.રાષ્ટ્રપતિશ્રીને મોકલવાનો હોય છે.
 • ખાતાના વડાનો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તેમજ પછીના વર્ષનો કાર્યક્રમ.
 • નાગરિક અધિકાર પત્ર અંગેની કામગીરી.
 • સ્વર્ણિમ ગોલ્સ, સ્માર્ટ ગોલ્સ, ગોલ્ડન ગોલ્સ, સ્વચ્છ ભારત અભિયાન, વાયબ્રન્ટ ગુજરાત અંગેની સંકલનની કામગીરી.
 • નિર્મળ ગુજરાત અંગે સંકલનની કામગીરી.
 • વિભાગ સિવાયના ખાતાના વડાઓની કચેરીઓની વર્ષ –પ૦-૫૫ કામોની સંકલનની કામગીરી.
 • ચિંતન શિબિરની સંકલનની કામગીરી.
 • પ્રજાને લગતા લોક કલ્યાણના પ્રશ્નો.
 • દર મંગળવારે માન.મંત્રીશ્રી સાથે પડતર પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં કોર્ટ કેસો, મીડીયા રિસ્પોન્સ વગેરે અંગે સંકલનની કામગીરી.
 • કેન્દ્ર સરકાર સાથે પડતર પ્રશ્નોની સંકલનની કામગીરી.
 • IWDMS ને લગતી સંકલનની કામગીરી.
 • સ્વચ્છતા મિશન અંગેની ખૂબજ મોટા પ્રમાણની સંકલનની કામગીરી.
 • માન.મુખ્યમંત્રીશ્રી, માન.મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રી તથા પ્રભારી સચિવશ્રીની મુલાકાતો પરના પ્રશ્નોની સંકલનની કામગીરી.
 • ગતીશીલ ગુજરાત, શ્રમિકોના પ્રશ્નો, RKVY, RCPS Act, 2013, માન.મુખ્ય મંત્રીશ્રી ફેલોશીપ, ફ્લેગ શીપ, લોક સંવાદ વિગેરેની ખૂબજ મોટા પ્રમાણમાં સંકલનની કામગીરી
બ શાખા (બજેટ શાખા)
 • વન અને પર્યાવરણ વિભાગ તથા તેના નિયંત્રણ હેઠળની ખાતાની વડાની કચેરીઓ/ બોર્ડ/ કોર્પોરેશનના અંદાજપત્રને લગતી તમામ કામગીરી
 • પૂરક માંગણીઓ અને સુધારેલ અંદાજો
 • કેન્દ્રીય સહાય અંગેની બજેટ જોગવાઈને લગતી કામગીરી.
 • આયોજનને લગતી કામગીરી તથા આયોજન અને બિન-આયોજન ખર્ચની પ્રગતિ ઉપર દેખરેખ.
 • નાણા પંચને લગતી કામગીરી.
 • કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના ઓડીટ રીપોર્ટ, વિનિયોગ હિસાબને લગતી કામગીરી, ડ્રાફ્ટ વિનિયોગ હિસાબો અને ડ્રાફટ ઓડીટ રીપોર્ટના ખુલાસા એકાઉન્ટન્ટ જનરલને મોકલવાની કામગીરી. (બજેટ શાખા ડ્રાફ્ટ પારા ઓડીટ અહેવાલના ફકરા અંગે પ્રથમ અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, પાસેથી ખુલાસા યાદી મેળવશે અને ત્યાર બાદ જો ફકરાનો મુદ્દો એક જ વહીવટી શાખાને સંબંધિત હશે તો તે શાખાએ અધિક મુખ્ય સચિવશ્રીની અનુમતિ મેળવી એ.જી. ના રીમાર્કસ મેળવવાની કામગીરી માટે મોકલશે પરંતુ ફકરાની બાબત જો એક કરતા વધુ વહીવટી શાખાને સંબંધિત હશે તો બજેટ શાખા ખુલાસા યાદી સંબંધિત વહીવટી શાખા મારફતે રજૂ કરી અધિક મુખ્ય સચિવશ્રી તથા એ.જી. ના રીમાર્કસ મેળવવાની કામગીરી કરશે.)
 • કામગીરી અંદાજપત્રનું સંકલન અને પ્રકાશન.
 • પુન: વિનિયોગ અને બચતો સુપ્રત કરવાની કામગીરી.
 • ૨૦ મુદ્દા કાર્યક્રમ, આદિજાતી વિસ્તાર પેટા યોજના તથા ખાસ અંગભૂત યોજનાને લગતી કામગીરી.
 • જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, જાહેર સાહસો સમિતિ અંગેની કામગીરી અને પંચાયત રાજ સમિતિ અંગેની કામગીરી.
 • વિભાગ તથા વિભાગના નિયંત્રણ હેઠળની કચેરીઓના કર્મચારી/અધિકારીઓને મકાન બાંધકામ વાહન પેશગી વગેરે પેશગી અંગે ફંડ ઉપલબ્ધતા પ્રમાણપત્ર આપવા અંગેની કામગીરી.
 • એ.જી. કચેરી ધ્વારાવિભાગ હેઠળની કચેરીના ઓડીટ વખતે કરેલ ઈન્સ્પેકશન - ઓડીટ પારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી તેમજ અન્ય કચેરીઓને મોકલવા તથા તેના મોનીટરીંગ અંગેની સમ્રગ કામગીરી કરશે.
 • પ્રવૃત્તિઓની રુપરેખાનું સંકલન અને નાણા વિભાગ સમક્ષ પ્રસ્તુત કરવું.
 • મહેકમ પુસ્તિકા, મહેકમ પુસ્તિકા(ગ્રાન્ટ-ઇન-એઇડ)નું સંકલન કરીને નાણા વિભાગને પ્રસ્તુત કરવું.
 • શાખાના વિષયોને સંબંધિત LAQ, LSQ, અતારાંકિત LAQ અને RTI.

મ- શાખાને લગતી કામગીરીની વિગતો

 • ગૌચર / સરકારી પડતર જમીનમાં વૃક્ષ ઉછેર અંગે મહેસૂલ વિભાગ સાથે પરામર્શની કામગીરી.
 • લોક સહકારથી વન ઉછેરેને લગતી બાબતો તથા લોકોના સહકારથી પાંખા થયેલ વનોના પુન: વનીકરણ અંગેના તા. ૧૩/૦૩/૧૯૯૧ ના ઠરાવને લગતી કામગીરી
 • સ્મશાન ભઠ્ઠી
 • શાખાને સબંધિત ખાતરી, ઓડિટ પારા, તારાંકિત / અતારાંકિત પ્રશ્નોને લગતી કામગીરી
 • અનામત કે રક્ષિત વન જાહેર કરવામાં આવેલ ન હોય કે, જંગલ વિસ્તારમાં આવેલ ન હોય તેવા રોડ સાઇડ, રેલવે સાઇડ કે કેનાલ સાઇડનો પ્લાન્ટેશનનાં વૃક્ષો/ રોપા કાપવાની મંજુરીની બાબતો. (ગ્રામ વન સહિત)(૧૦૦૦ થી ઉપરના )
 • શાખાને સબંધિત યોજના કે પ્રોજેકટની કામગીરીને લગતી કોન્ફરન્સ, વર્કશોપ, સેમીનાર કે બેઠક યોજવાની કામગીરી.
 • શાખાને સંબંધિત યોજનાઓના મુલ્યાંકન, પ્રગતિ અહેવાલ, તથા ભૌતિક લક્ષ્યાંક સાથેની મોનીટરીંગની કામગીરી
 • વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું અમલીકરણ, યોજનાને આનુસાંગિક સઘળી કામગીરી
 • ઇન્દિરા ગાંધી પ્રિયદર્શીની, વૃક્ષ મિત્ર એવોર્ડ
 • અછત તથા કુદરતી આફતો (જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું વગેરે)
 • વન મહોત્સવ, રોપાની વહેંચણી તથા રોપાની કિંમત જાહેર કરવા વિગેરે કામગીરી (યોજનાકીય કામગીરી સહિત) વનીકરણની કામગીરી.
 • ઘાસની વીડીઓને લગતી કામગીરી
 • નીચે મુજબ યોજનાઓનું અમલીકરણ, તેને માટે બજેટ/ચાલુ બાબત/ નવી બાબત/ વધારાની ગ્રાન્ટ અધિકૃત કરવા બાબત.

યોજનાનું નામ

1 NORMAL 2 NORMAL
3 એફએસટી-૧૫ વન સંશોધન તાલીમ સંસ્કરણ અને પ્રચાર 4 એફએસટી-૧-વન સંરક્ષણ (૨૪૦૬)
5 એફએસટી -૩-સંચાર (રસ્તા) અને મકાનો. (૪૪૦૬) 6 એફએસટી-૪-વન ભવનનું બાંધકામ. (૪૪૦૬)
7 એફએસટી-૫-ભુમિ અને ભેજ સંરક્ષણ તેમજ પાંખા થઈ ગયેલા વિસ્તારમાં વન વૃધ્ધિ. (૪૪૦૬) 8 એફએસટી-૮-સામુહિક વન નિર્માણ યોજના. (૪૪૦૬)
9 એફએસટી-૩૦-ગુજરાત વન નિર્માણ વિકાસ પરિયોજના (જે.બી.આઇ.સી. જાપાન સહાયિત) (૪૪૦૬) 10 એફએસટી-૪૨-સંકલિત વન સંરક્ષણની યોજના. (૪૪૦૬/ અંશત : ૨૫: ૭૫% સી.એસ.એસ.)
11 એફએસટી-૪૪- ઘાસચારા વિકાસ યોજના. (૪૪૦૬) 12 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમના અમલીકરણ અંગે. (૪૪૦૬)
13 એફએસટી-૮-અનુસુચિત જાતિ પેટા યોજના અન્વયે ફળાઉ વૃક્ષોના વાવેતર માટેની યોજના. (૪૪૦૬) 14 સને ૨૦૧૫-૧૬ ના વર્ષની અશોકા વન ઉછેરની યોજના (૪૪૦૬) (૧૦૦%CSS)
15 સને ૨૦૧૬-૧૬ કન્ઝર્વેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ગુગળની દરખાસ્ત બાબત (૪૪૦૬‌) (૧૦૦%CSS) 16 નેશનલ એફોરેસ્ટેશન પ્રોગ્રામ (૪૪૦૬‌) (૧૦૦%CSS)
17 નેશનલ બામ્બુ મિશન યોજના (૪૪૦૬‌) (૧૦૦%CSS) 18 ગ્રીન ઇન્ડીયા મિશન યોજના (૪૪૦૬‌) (૧૦૦%CSS)
19 એફએસટી-૧૫ વન સંશોધન (૨૪૦૬) 20 એફએસટી-૮ ગુજરાત સમુહ વન નિર્માણ પરિયોજના (૪૪૦૬)
21 એફએસટી-૫ લાભપ્રદ વાવેતર, સાગ, ખેર અને વાંસના વાવેતર માટેની યોજના વિસ્તાર કાર્યક્રમ – Dang.) (૨૫૭૫) 22 એફએસટી-૩૦ ગુજરાત જંગલ સુધારણા વિકાસ પ્રોજેકટ - ( જે. બી. આઇ. સી. હેઠળ જાપાન ) (૪૪૦૬)
23 એફએસટી-૧ વન સંરક્ષણ (૨૪૦૬) 24 એફએસટી-૩ સંચાર વિકાસ (માર્ગ વિકાસ અને મકાન બાંધકામની યોજના) (૪૪૦૬)
25 એફએસટી-૫ ભુમિ અને ભેજ સંરક્ષણ તેમજ પાંખા વિસ્તારમાં વનીકરણ. (૪૪૦૬) -
 • વર્કીંગ પ્લાનની કામગીરી. (બન્ની સિવાય )
 • ઉકત તમામ યોજનાઓ સંદર્ભે LAQ, અતારાંકિત LAQ, LSQ ખાતરીઓ, ઓડિટપારા તે સબંધે PAC
 • ઉકત યોજનાઓ સંદર્ભે જગ્યાઓ ચાલુ રાખવી/ કાયમી કરવી/ રદ કરવી/ અબેયન્સમાં મુકવી / અબેયન્સમુકત કરવી વગેરે.
 • રાજયકક્ષાના વન મહોત્સવની તારીખ, સ્થળ, સમય આખરી કરવા
 • જિલ્લા કક્ષાના વન મહોત્સવના આદેશો કરવા
 • વન મહોત્સવની સાથોસાથ ઉભા થનારા સાંસ્કૃતિક વનોનું નામાભિધાન અને આ સાંસ્કૃતિક વનોની જાળવણીની કામગીરી
 • ઇ-ઓકશન અંગે સઘળી કામગીરી
 • શાખાને સબંધિત કોર્ટ કેસો, ડીસ્ટ્રીકટ કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ બાબતો
 • વન વિભાગના ઘાસના દર પ્રતિ વર્ષ નક્કી કરવા બાબત
 • શાખાને સંબંધિત સંસદસભ્યશ્રી/ ધારાસભ્યશ્રી/ વીઆઇપી/ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સંદર્ભોના પ્રત્યુત્તરો પાઠવવા
 • ચેક ડેમ, બોરીબંધ, ખેત તલાવડી.
 • સહભાગી વન વ્યવસ્થા મંડળીને લગતી કામગીરી. (JFMC)
 • જે.બી.આઇ.સી. પ્રોજેકટને લગતી સઘળી કામગીરી.
 • શાખાને સંબંધિત આર.ટી.આઇ.ને લગતી કામગીરી.
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના(મનરેગા) અંતર્ગત કામગીરી.
 • રાષ્ટ્રીય કૃષિ વિકાસયોજનાને લગતી કામગીરી (RKVY).
એફ શાખા
 • વન સંરક્ષણ ધારા ૧૯૮૦ હેઠળની સમગ્ર કામગીરી જેવી કે આ બાબતે કેન્દ્ર સરકારની માર્ગદર્શક સુચનાઓ, વન સરંક્ષણ ધારામાં ફેરફાર છુટછાટ અંગે કેન્દ્ર સકરા સમક્ષ રજૂઆત, આ ધારા હેઠળ છૂટી કરવાની જંગલની જમીન અંગેની દરખાસ્તો, આ બાબતે આંતર રાજ્ય પરીપદ, વેસ્ટર્ન ઝોનલ રજૂઆત, આ ધારાના ભંગને લગતી બાબતો, આ ધારાને સંબંધિત કોર્ટ કેસો, વગેરે સંબંધિત સમગ્ર કામગીરી.
 • ભારતીય વન અધિનિયમ -૧૯૨૭ ની કલમ-૪ તથા ૨૦ હેઠળ અનામત, રક્ષિત જંગલ જાહેર કરવા, ફોરેસ્ટ સેટલમેન્ટ અહેવાલ વગેરે સમગ્ર બાબતો
 • સો-મિલને લાયસન્સ આપવા / રદ કરવાની કામગીરી તથા તેને આનુસંગિક કોર્ટ કેસને લગતી કામગીરી
 • જંગલ કામદાર સહકારી મંડળીઓ અંગેની કામગીરી જેવી કે, જંગલ વિસ્તારમાં ઉભસુક અને પતજડ વૃક્ષોના કામ, કુપોના કામો વગેરે કામદાર સહકારી મંડળીઓને આપવા બાબત તથા આ મંડળીઓને લગતી ફરિયાદો.
 • કોલસાને લગતી બાબતો જેવી કે અનઅધિકૃત કોલસા પાડવા, કોલસાના વેપારીઓને બ્લેક લીસ્ટમાં મૂકવા તથા બાતમીદારોને પુરસ્કારો આપવા.
 • અનઅધિકૃત ખેડાણની નીતિ તથા તે રીતે ખેડાતી જંગલની જમીન આદીવાસીઓના નામે કરવા અને અનઅધિકૃત દબાણ દૂર કરાવવાની વગેરે આનુસંગિક કામગીરી.
 • શાખાને સંબંધિત સંસદ સભ્ય / ધારાસભ્યોની રજૂઆતો.
 • શાખાને સંબંધિત ખાતરી / તારાંકિત-અતારાંકિત પ્રશ્નો તથા તેના સંકલનને લગતી કામગીરી.
 • ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ અન્વયે સુધારા બહાર પાડવાની કામગીરી .
 • ગૌણ વન પેદાશોની અંગેની કામગીરી.
 • ગુજરાત વન વિકાસ નિગમ
 • વન વિકાસ નિગમની સમગ્ર બાબતો જેવી કે, ગૌણ વન પેદાશના ભાવ નક્કી કરવા, બોર્ડ ઓફ ડાયરેક્ટરની નિમણૂક, શેર હોલ્ડરોની મીટીંગ, નિગમના વહીવટી પ્રશ્નો વિગેરે.
 • વન અધિકારોની માન્યતાનો કાયદો -૨૦૦૬ અને તેને આનુસંગિક કાર્યવાહી.
 • ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલેસીના અમલીકરણ તથા તે અંગેની સધળી કામગીરી.
 • આઇ.ટી.ને લગતી આનુષાંગિક બાબતો .
 • વન અને પર્યાવરણ વિભાગની આઇ.ટી. ને લગતી ખરીદી , સી.આઇ.એ. બેઠકો, વિભાગના કોમ્પુટરને લગતી ફરિયાદો તથા અન્ય કામગીરી .
 • આઇ.ટી.ને લગતી અંદાજપત્રને લગતી બાબતો, ઓડિટપારાને લગતી કામગીરી.
 • આઇ.ટીને લગતા કોર્ટ કેસો, વિધાનસભા/લોકસભા/રાજ્યસભાની પ્રશ્નો, ખાતરીઓ વગેરે.
 • CAMPA ની કામગીરી
 • ઉકત વિષયોને સંબંધિત RTI ને લગતી કામગીરી.
ડબલ્યુ શાખા
 • વન્ય પ્રાણી સરંક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળની સમગ્ર કામગીરી જેવી કે, રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જાહેર કરવા તથા તેને આનુસંગિક કામગીરી.
 • હિંસક વન્યપ્રાણી દ્વારા માનવ અને માલ ઢોરને હાની / ઈજા અંગે વળતર આપવા બાબત
 • ખાનગી જમીન સંપાદન અધિનિયમ -૧૯૭૨ હેઠળના વળતરનાં કેસો તથા અન્ય કેસોને લગતી કામગીરી.
 • ખાનગી જંગલનાં સંપાદન અંગેની જાગીરદારોની રજૂઆત અંગેની કામગીરી.
 • ઘાસની વિડીઓ તથા માલધારીઓને લગતી કામગીરી. (ગ શાખાને તબદીલ)
 • સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો ૧૯૫૧ હેઠળ રીવીઝન અરજી અપીલ, મનાઈ હુકમની કામગીરી તથા આ અધિનિયમ અન્વયેની સમગ્ર આનુસંગિક કામગીરી.
 • ધી ગુજરાત (અરબન એરિયા) પ્રીઝર્વેશન (સુચિત) અંગેની કામગીરી.
 • ડાંગ દરબારને લગતી કામગીરી.
 • શાખાને સંબંધિત ખાતરી, ઓડીટ પારા, તારાંકિત / અતારાંકિત પ્રશ્નો તથા અન્ય સંકલનને લગતી આનુસંગિક કામગીરી
 • વાંસના ભાવો નક્કી કરી વાંસફોડીયા અને કોટવાળીયાની મંડળીઓને વાંસની ફાળવણી.
 • આદિવાસીઓને સમગ્ર રાજ્યમાં રાહત દરે ઈમારતી લાકડું અને વાંસ આપવા અંગેની કામગીરી.
 • અનામત અને રક્ષિત વન વિસ્તારમાંથી ઝાડો કાપવાની મંજૂરી.
 • સેન્ટ્રલ ૫૯૫ મિલ સોનગઢને વાંસ ફાળવણી વગેરે બાબતો .
 • રોહીત પેપેર મિલ તથા કાથા ફેકટરીના પ્રશ્નો
 • જંગલની જમીનમાંથી ગેરકાયદેસર કપાણને લગતી કામગીરી તથા ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ હેઠળ અટકમાં લેવામાં આવેલ વાહનોને લગતી કામગીરી (વનખાતાના અધિકારી / કર્મચારીઓ વિરૂધ્ધની ફરિયાદ તપાસને લગતી કામગીરી સંબંધિત વહીવટ શાખા ડ અને ડ-૧ કરશે.)
 • માલિકીની જમીન ઉપરના અનામત, બિનઅનામત ઝાડો કાપવાની મંજૂરીની બાબતો.
 • શાખાને સંબંધિત યોજના કે પ્રોજેક્ટની કામગીરીને લગતી કોન્ફરન્સ વર્કશોપ સેમીનાર, બેઠક વગેરેમાં અધિકારી/ કર્મચારીની હાજરી આપવાની બાબત.
 • વન્ય જીવન (વાઈલ્ડ લાઈફ) ને લગતી બધી જ યોજનાઓ તથા તેને સંબંધિત અન્ય તમામ કામગીરી.
 • ઈકો ટુરીઝમને લગતી કામગીરી.
 • વેટલેન્ડને લગતી સઘળી કામગીરી.
 • ગૌણ વન પેદાશો સિવાયની વન પેદાશોની કામગીરી.
 • બાયો ડાયવર્સીટી બોર્ડની કામગીરી
 • વલચર કમિટી અને તે સંબંધી કામગીરી.
 • રોઝ અંગે રાજય કક્ષાની મિટીંગ.
 • સ્ટેટ વાઇલ્ડલાઇફ કમિટીની કામગીરી.
 • ભારત સરકારશ્રીમાં પડતર પ્રશ્નો.
 • SEZ જાહેરનામા બહાર પાડવાનીબાબત.
 • ઇકો સેન્સીટીવ ઝોન ભારત સરકારશ્રીનું જાહેરનામું તા.૩૧/૫/૨૦૧૨.
 • ગૃહ વિભાગ જાહેરનામું તા.૮/૨/૨૦૧૦. (હોટલ લાઈસન્સ માટે)
 • અભ્યારણ્ય વગેરેમાં પ્રવેશ ફી વગેરે નકકી કરવાની કામગીરી, જાહેરનામું બહાર પડવું વગેરે.
 • વૃક્ષ છેદન ધારાની કામગીરી.
 • લીઓજન પ્રોજેકટની કામગીરી.
 • ઉકત વિષયોને સંબંધિત RTI ને લગતી કામગીરી.
ડ શાખા
 • અગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રીની કચેરી/ તાબાની કચેરીઓ તથા સ્‍ટાફ માટેના મકાનો ભાડે રાખવા, મરામત કરવા વગેરે કામગીરી
 • ભારતીય વન સેવા સીનીયર જુનીયર ટાઇમ સ્‍કેલના અધિકારીઓને સુપર-સીનીયર ટાઇમ સ્‍કેલમાં બઢતી માટેની પસંદગી યાદી તૈયાર કરવાની કામગીરી.
 • ગુજરાત વન સેવા (આર.એફે.ઓ.) વર્ગ-ર માંથી મ.વ.અ. કક્ષાની વર્ગ-૧માં અને વર્ગ-૩માંથી મ.વ.અ. કક્ષાની વર્ગ-ર (કચેરી અધીક્ષક) માં બઢતી માટેની પસંદગી યાદી તથા તેને લગતી અન્‍ય આનુસાંગિક કામગીરી.
 • ભારતીય વનસેવા- રાજય વન સેવાના અધિકારીઓ તથા બિન રાજયપત્રિત કર્મચારીઓને મકાન બાંધકામ/ વાહન પેશગીની કામગીરી. ( શાખાએ અગ્રતાનું કોમન રજીસ્‍ટર નિભાવવાનું રહેશે. )
 • ભારતીય વન સેવા- રાજય વનસેવાના અધિકારીઓના ખાનગી અહેવાલની સ્‍વીકૃતિ અને તેમાંની ­પ્રતિકૂળ નોંધની જાણ કરવાની કામગીરી, ખાનગી અહેવાલની જાળવણીની કામગીરી.
 • વન ખાતાના અધિકારીઓની ખાતાકીય પરીક્ષાના નિયમો ઘડવા તથા ખાતાકીય પરીક્ષા અંગેની કામગીરી.
 • વન ખાતાના અધિકારીઓની નિમણંૂક- બદલી, સિનિયોરીટી લીસ્‍ટ, બઢતી, ­પ્રતિનિયુકિત, નિવૃત્તિ, રાજીનામા તથા કાયમી કરવા વગેરે સમગ્ર કામગીરી.
 • રાજયપત્રિત ખાલી (જગ્‍યાઓ ભરવા તથા હંગામી જગ્‍યાઓને કાયમી જગ્‍યામાં ફેરવવા અંગેની કામગીરી.
 • વન ખાતાના વર્ગ-૧, વર્ગ-ર સંવર્ગમાં ભરતી નિયમો ઘડવાની કામગીરી.
 • ખાતાના વડાની કચેરીઓનું નિરીક્ષણ
 • વન ખાતાના અધિકારીઓના મહેકમ, પગાર, અને તાલીમને લગતી આનુસંગિક બાબતો પરંતુ કોન્‍ફરન્‍સ, સેમીનાર, બેઠક વગેરેમાં અધિકારી - કર્મચારીની હાજરીઆપવાની બાબત હોય ત્‍યારે જે તે યોજના ક પ્રોજેક્ટ​ની કામગીરી કરતી શાખાએ કાર્યવાહી કરવાની રહેશે.
 • ખાતાના વડા- કચેરીના વડા જાહેર કરવાની બાબત તથા વહીવટી નાણાકીય સત્તા સોંપણી અંગેની કામગીરી.
 • વન ખાતાના કર્મચારી-અધિકારીઓની મુદત વીતી ગયેલ ચુકવણીની મંજુરી અંગેની કામગીરી.
 • વાર્ષિક વહીવટી અહેવાલની મંજુરી અને ­સિધ્‍ધિ
 • શાખાને લગતા ધારાસભ્‍ય- સંસદસભ્‍યોના પત્રો અંગેની કામગીરી.
 • શાખાને સંબંધિત ખાતરી, તારાંકિત - અતારાંકિત ­પ્રશ્નો તથા તેની સંકલનની કામગીરી.
 • સરકારી તમામ મિલકત ને થયેલ નુકશાન અંગેના દાવા તથા તેના નિકાલ અંગેની સઘળી કાર્યવાહી
 • માંગણી નંબર-૨૮ અન્વયે મળેલ ઓડીટ પારા અને તેને લગતીકામગીરી.
 • શાખાને લગતા વિષયો અને સંબંધિત આર.ટી.આઇ. સંદર્ભની કામગીરી.
 • શાખાને સંબંધિત વિષયો અંગેના કોર્ટ કેસોની કામગીરી.
 • અગ્ર મુખ્યવનસંરક્ષકશ્રીની કચેરી તથા તેનાતાબાની કચેરીઓમાં ટેલિફોન કનેકશન અને મોબાઇલ સુવિધા અંગેની કામગીરી.
 • ગુજરાત રાજય વન વિકાસનિગમમાં વન ખાતાના ­­પ્રતિનિયુકિત ઉપરનાં અધિકારી/ કર્મચારીના ­­પ્રશ્નો અંગેની કામગીરી . ડ અને ડ-૧ શાખા કરશે.
ડ-૧ શાખા
 • ભારતીય વન સેવા-રાજય સેવાના અધિકારીઓ તથા કર્મચારીઓ સામેની ફરિયાદ.
 • ખાતાકીય તપાસ, ખાતાકીય પગલાં તથા તકેદારી આયોગના અહેવાલ ઉપરની સમગ્ર ખાતાકીય કાર્યવાહી
 • શાખાને લગતા ધારાસભ્‍ય- સંસદસભ્‍યોના પત્રોની કામગીરી.
 • શાખાને સંબંધિત ખાતરી, તારાંકિત- અતારાંકિત ­­પ્રશ્નોની કામગીરી.
 • વાહનોના અકસ્‍માત થતાં ડ્રાયવરોની જવાબદારી નકકી કરવા બાબત.
 • લોકાયુકત અંગેના કેસો.
 • વન ખાતાના અધિકારીઓ ઉપર હુમલાના બનાવ તથા એકસગ્રેસીયા સહાય.
 • ડ-૧ શાખામાં એક નાયબ સેકશન અધિકારીએ સીધી ફાઇલ ઉપસતિચવને એક નાયબ સેકશન અધિકારીએ સીધી ફાઇલ. નાયબ સચિવને રજુ થાય તે રીતે લેવલ જમ્‍પીંગ કરવાનું રહેશે.
 • ગુજરાત રાજય વન વિકાસ નિગમમાં વન ખાતાના પ્ર­તિનિયુકિત ઉપરના અધિકારી/ કર્મચારીના ­પ્રશ્નો અંગેની કામગીરી ડ અને ડ-૧ શાખા કરશે.
 • તકેદારી આયોગના સંદર્ભો અન્વયે અહેવાલ મેળવવા તથા તકેદારી આયોગ સંબંધિત કેસો તકેદારી આયોગને રજૂ કરીને ભલામણ મેળવવી.
 • ભારતીય વન સેવા/ગુજરાત વન સેવાના વર્ગ-૧/ અને વર્ગ-૨ ના અધિકારી સામેની પ્રાથમિક તપાસ/ અહેવાલ ઉપરની કામગીરી.
 • ભારતીય વન સેવાના અધિકારીઓ, ગુજરાત વન સેવાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની ફરજમોકૂફી અંગેની કામગીરી.
 • ઉકત વિષયોને સંબંધિત RTI ને લગતી કામગીરી.
ડ-૨ શાખા

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકના પરિક્ષેત્ર વન અધિકારી-વર્ગ-૨, વર્ગ-૩, અને વર્ગ-૪ ના કિસ્સામાં-

 • પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ તથા વર્ગ-૩ અને ૪ સંવર્ગના કર્મચારીઓના કિસ્સામાં બઢતી, પસંદગી, બદલી અંગેની રજુઆતો, તેમજ અન્ય સેવા વિષયક બાબતો.
 • પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-૨ ની વય નિવૃતિ તેમજ સ્વૈચ્છિક વય નિવૃત્તિ.
 • પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-૨ ના પેન્શન સંબંધે જોડાણ-૭ અને જોડાણ-૨૨ ઇસ્યુ કરવાં.
 • રહેમિયત પેન્શન તેમજ પેન્શન સંબંધી ફરિયાદો / રજુઆતો.
 • અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકના વર્ગ-૩ ના કર્મચારીઓને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-૨ નું ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવુ તેમજ વર્ગ-૩ ના પ્રથમ ઉ.પ.ધો અંગેની રજુઆતો / પ્રશ્નો.
 • લાંબા ગાળાની રજા, વિદેશ પ્રવાસની મંજુરી, પાસપોર્ટ ઓળખપત્ર આપવા બાબત.
 • કાયમી મુસાફરી ભથ્થુ, હવાલા ભથ્થુ મંજુર કરવા બાબત.
 • ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમો, ખાતાકીય પરીક્ષા નિયમો ઘડવા , સુધારવા તેમજ રદ કરવા અંગેની કામગીરી.
 • સીધી ભરતીનાં માગણાં રજૂ કરવા, સીધી ભરતીના પરિક્ષેત્ર વન અધિકારીને નિમણૂક આપવી.
 • અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હેઠળની મંજુર થયેલ જગાઓ તેમજ નવી સૂચવાતી જગા સંદર્ભે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરની મંજૂરી અને અમલીકરણ.
 • મેડીકલ રીએમ્બર્સમેંટ બાબત.
 • રહેમરાહે નોકરી સબંધિત દરખાસ્તો અને અરજદારની રજુઆતો.
 • મુદત વીતી ગયેલ ચુકવણીની મંજૂરી બાબત.
 • બેનીવોલંટ ફંડ અને સબોર્ડીનેટ ફંડ બાબત.
 • તાલીમ બાબત.
 • હુમલાના બનાવમાં એક્સગ્રેસિયા સહાય આપવા બાબત.
 • અધિકારી/ કર્મચારી અને પ્રજા વચ્ચેના ઘર્ષણ બાબત.
 • અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરીને સ્પર્શતો વહીવટી એક્શન પ્લાન.
 • રોસ્ટર રજીસ્ટરનું પ્રમાણન.
 • ઉક્ત વિષયોને સબંધિત નામ.હાઇકોર્ટ તેમજ સર્વોચ્ચ અદાલતના કોર્ટ કેસો.
 • ઉક્ત વિષયો સબંધી વિધાનસભા તારાંકિત, અતારાંકિત પ્રશ્નો.
 • ઉક્ત વિષયો સંબંધી કર્મચારીની વ્યક્તિગત રજુઆતો, કર્મચારી મંડળોના પ્રશ્નો, માન.સંસદ સભ્યશ્રી, માન.ધારાસભ્યશ્રી,માન.મંત્રીશ્રીઓ, માન.મુખ્યમંત્રીશ્રી તેમજ નામ.રાજયપાલશ્રી સંદર્ભો.
 • ભારત સરકારશ્રીના સંદર્ભો.
 • સબંધિત વિષયો અન્વયે માહિતી અધિકાર હેઠળની અરજી તેમજ અપીલ.

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકના રોજમદારોના કિસ્સામાં

 • નામ. મજુર અદાલતના એવોર્ડ તેમજ નામ.હાઇકોર્ટના ચુકાદા અન્વયેની વિવિધ ચૂકવણીઓને મંજૂરી આપવી.
 • નામ. મજુર અદાલતના એવોર્ડ તેમજ નામ.હાઇકોર્ટના ચુકાદા સામે અપીલ કરવાની મંજૂરી મેળવી આપવી અને તે માટે સરકારી વકીલશ્રીની સેવાઓ મેળવી આપવી.
 • નામ. સર્વોચ્ચ અદાલત ખાતે વિવિધ અપીલ દાખલ કરવાની મંજૂરી અને તેને આનુષંગિક કાર્યવાહી.
 • શાખાને લગતી સંકલનની તેમજ અન્ય પરચૂરણ બાબતો.
 • રોજમદારોને કાયમી કરવા અંગેના વિભાગના તા.૧૫-૦૯-૨૦૧૪ ના ઠરાવના અમલીકરણ તેમજ નિયંત્રણ સબંધી કામગીરી.
 • રોજમદારો તરફથી મળતી વ્યક્તિગત તેમજ મજૂર મંડળો, માન.સંસદ સભ્યશ્રી, માન.ધારાસભ્યશ્રી, માન.મંત્રીશ્રીઓ, માન.મુખ્યમંત્રીશ્રી તેમજ નામ.રાજયપાલશ્રી મારફતે મળતી રજુઆતો.
 • નિયંત્રણ અધિકારીની સૂચના અન્વયે રોજમદારોને ગ્રેજયુઇટીની ચૂકવણી.
ઈ શાખા
 • પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ-૧૯૮૬ હેઠળ કસૂરવાર ઔધોગિક એકમો સામે પગલા લેવા.
 • પાણી (પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ) અધિનિયમ-૧૯૭૪ હેઠળ મળતી રજુઆતો બોર્ડને મોકલવી અને પૂર્તતા અહેવાલ મેળવવા તથા તે અંગેનીઆનુંસાંગિક કાર્યવાહી.
 • હવા(પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-૧૯૮૧ મળતી રજુઆતો/ફરીયાદો બોર્ડને મોકલવી અને તેની મોનીટરીંગ પૂર્તતા વિગેરે.
 • પાણી (પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ) ઉપકર અધિનિયમ -૧૯૭૪ અંગેની કામગીરી.
 • જોખમી કચરાનો નિકાલ (વ્યવસ્થા અને જાળવણી) નિયમો-૧૯૮૯હેઠળ મળતી તમામ ફરીયાદો, રજુઆતો બોર્ડને મોકલવી અને મોનોટરીંગ.
 • વિધાન સભાને લગતી તમામ કામગીરી.
 • એમ.એલ.એ./એમ.પી./મુખ્ય મંત્રીશ્રી સંદર્ભ/જન સંપર્ક એકમને લગતી બાબતોની રજૂઆત.
 • ઔધોગિક એકમોને લગતા કોર્ટ કેસોની કાર્યવાહી.
 • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બજેટ અને મહેકમની અંગેની તમામ વહીવટી કામગીરી.
 • ગુજરાત ઈકોલોજીકલ કમિશન, વડોદરાનું મહેકમ, બજેટ અને તમામ વહીવટી કામગીરી.
 • એમ.એલ.એ./એમ.પી./મુખ્ય મંત્રીશ્રી સંદર્ભ/જન સંપર્ક તમામ રજૂઆત.
 • "ગેમી” ની રચના અને બજેટ ફાળવણી સહિતની તમામ વહીવટી કામગીરી.
 • એપેલેટ ઓથોરીટી અંગેની તમામ કામગીરી.
 • ૧ ટકા અંગેના કોર્ટ કેસોને લગતી તમામ કાર્યવાહી.
 • ટી-સેલ શાખા પર્યાવરણ સાઈડની કામગીરી સંબંધમાં વહીવટી શાખા તરીકે કામગીરી કરવાની રહેશે. તે મુજબ તાંત્રીક કામગીરી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અથવા અન્ય કોઈ કચેરીમાંથી કયા અધિકારી/કર્મચારીએે વિભાગમાં કેટલો સમય અને કઈ કામગીરી બજાવી તેની વિગતો રાખવાની રહેશે તેમજ સદરહું અધિકારી/કર્મચારીઓને લગતી અન્ય મહેકમ વિષયક અને તેને આનુંસાંગિક બાબતો ટી-સેલ શાખાએ સંભાળવાની રહેશે.
 • શાખાને સંબંધિત યોજના કે પ્રોજેકટની કામગીરીને લગતી કોન્ફરન્સ, વર્કશોપ, સેમીનાર કે બેઠક વગેરેમાં અધિકારી/કર્મચારીની હાજરી આપવાની બાબત.
 • બાયોમેડીકલ વેસ્ટ રુલ્સ, ૧૯૯૮ હેઠળની કામગીરી.
 • હેઝાર્ડસ વેસ્ટ અંગેની અપીલોની કામગીરી.
નિયામકશ્રી પર્યાવરણ ( ટેક્નીક્લ શાખા )
 • ભારત સરકારશ્રી સાથે પર્યાવરણ બાબતો અંગે તેમની સંસ્થાઓ જેવી કે પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેઇંજ મંત્રાલય તેમજ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ વગેરે સંસ્થાઓ સાથે સંકલન કરવું.
 • પર્યાવરણીય બાબતો અંગે રાજ્ય સરકારના વિવિધ વિભાગો/સંસ્થાઓ જેવા કે પોર્ટ અને ટ્રાન્સ્પોર્ટ, ઔદ્યોગીક, ઉર્જા વગેરે સાથે સંકલન કરવુ.
 • રાજ્યમાં પર્યાવરણને લગતાં વિવિધ કાયદાઓ, નિયમો વિગેરેનું અમલીકરણ
 • સમુદ્ર તટીય વિસ્તારનો નિયમન પ્લાન બનાવીને તેનું અમલીકરણ કરવું. (CRZ )
 • વિશ્વબેન્ક સહાયીત ઇન્ટ્રીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટનું અમલીકરણ GEC મારફતે કરાવવું.
 • ભારત સરકારશ્રીના પર્યાવરણ અને વન મંત્રાલય , કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ , નામ. કૉર્ટ્ તેમજ અન્ય ઉચ્ચ સરકારી વિભાગો દ્વારા આપવામા આવતા આદેશો અને માર્ગ દર્શિકા મુજબ પર્યાવરણીય જાળવણીની સાથે વિવિધ ઉત્સવોની ઉજવણી કરાવવી.
 • ક્લીનર પ્રોડકશન અને ક્લીન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું.
Go to Navigation