શું કરવું અને શું નહી શું કરવું અને શું નહી

શું કરવું અને શું ન કરવું

આચાર સંહિતા-નિયમાવલી
  • બેદરકારીને લીધે જંગલમાં ફાટી નીકળતી વન આગ સામે રક્ષણ મેળવવા કડક સાવચેતીનાં પગલાં લેવા.
  • અભ્યારણ્યમાં હવા, જમી કે પાણી તેમજ કુદરતી સૌંદર્ય કે જીવસૃષ્ટિને હાનીકારક હોય તેવું પ્રદૂષણ ટાળવું.
  • પ્રાણીઓથી યોગ્ય અંતર જાળવવું. યોગ્ય અંતર જાળવી રાખવું ખાસ કરીને હાથીઓથી. ખલેલ પહોંચતા પ્રાણીઓ હુંમલો કરી શકે છે.
  • માળા-નિવાસની નજીક જવું નહીં. ગભરાઇ ગયેલું પક્ષી ઈંડાઓને માળાની બહાર ધકેલી દેવાની બીકે નુકસાન પહોંચાડી શકે છે.
  • વન્યજીવનનો આનંદ લેતી વખતે ક્યારેય વાહનની બહાર નીકળશો નહીં.
  • અભ્યારણ્ય તરફ આદરની લાગણી રાખો કારણ કે તે ઈશ્વરીય વરદાન છે, નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું અતિપવિત્ર સ્થળ છે. જો તમે વાહનમાં સવાર હોવ તો એ વાત મગજમાં સજ્જડ રીતે બેસાડી લેજો કે અભ્યારણ્યના માર્ગો ઉપર વન્ય પ્રાણીઓનો સંપૂર્ણ એકાધિકાર છે. ટ્રાન્ઝિસ્ટર, ટેપ-રેકોર્ડર અને ઘોંઘાટ કરવો એ અભ્યારણ્યના વાતાવરણ માટે પ્રતિબંધિત છે.
  • જંગલના વાતાવરણ સાથે ભળી જતાં રંગો જેવા કે ખાખી, ઓલીવ ગ્રીન, છીંકણી રંગોના વસ્ત્રો પહેરવાં જોઇએ.
  • સ્થાનિક ગાઈડો અને આદિવાસી પ્રજાઓ પાસેથી ભરપૂર માર્ગદર્શન-માહિતી મેળવો. તેઓ ભલેને નિરક્ષર જેવા લાગતા હોય પરંતુ, તેઓ જ એક માત્ર વિકલ્પ છે કે જેઓ તમને જંગલ અને તેની જીવસૃષ્ટિ અને વન્ય સંપદાઓનો અભ્યાસ કરવામાં સમય ફાળવી શકે છે.
  • આમ તો રાયફલ વડે શુટિંગ કરવું પ્રતિબંધિત છે તેમ છતાં કેમેરા વડે "શુંટિગ” કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે.
  • પ્રવાસમાં નિહાળવા માટેના પ્રાણીઓની યાદી બનાવો. તમારી પોતાની યાદી બનાવો જેને પ્રવાસન વખતે સરળતાથી સરખાવી શકાય.
  • તમારાં પ્રવાસને સફળ બનાવવા તમે જાણો છો તેનાથી વિશ્વને વધુ કંઈંક વિશેષ જાણવાનો પ્રયાસ કરવો.
  • હોર્નનો વારંવાર ઉપયોગ, ઝડપથી વાહન ચલાવવું, ઉનાળામાં ધુમ્રપાન કરવું, કેમ્પફાયર, પ્રાણીઓને પરેશાન કરવા અને આલ્કોહોલનો ઉપયોગ પ્રતિબંધિત છે.
  • હથિયારો અને પાલતું પ્રાણીઓ લાવવાની સખ્ત મનાઈ છે.
શું કરવું
  • સ્થાનિક વહીવટી કર્મચારીઓ પાસેથી સમય જાણી લો અને સમયપત્રકને વળગી રહો. સંરક્ષિત વિસ્તારમાં નિયત સમય વિના કરાયેલો પ્રવેશ ઘૂસણખોરી ગણાશે અને તેની સામે સંભવતઃ કાર્યવાહી થઇ શકે છે.
  • જે તે વિસ્તારની માહિતી પૂસ્તિકાઓ, પ્રાણીઓ તેમજ પક્ષીઓની ઓળખ પુસ્તિકાઓ સહિતના વિવિધ સાહિત્ય તેમજ અન્ય લેખો તમારી પાસે રાખો તથા કેમેરા અને બાયનોક્યુલર સહિતનો સરસામાન પણ સાથે જ રાખો.
  • વાહન ધીમી ગતિએ ચલાવો.
  • હંમેશા કચરાટોપલીનો ઉપયોગ કરો.
  • વન અધિકારીઓ-કર્મચારીઓની સૂચનાઓ અને તમને આપવામાં આવેલી માહિતી પુસ્કિકાઓમાં દર્શાવેલાં સલાહ-સૂચનોનું પાલન કરવું
  • સ્થાનિક કર્મચારીઓ સાથે મુલાકાત પૂર્વે સંક્ષિપ્ત ચર્ચા કરવી જેથી તમારી મુલાકાત અને રોકાણ વધુ આનંદદાયક અને માહિતીપ્રદ બની રહેશે.
  • વન્ય જીવન માણવા માટે બહાર નીકળો ત્યારે નિયમ પ્રમાણે ખાખી અથવા ઓલિવ-ગ્રીન અથવા છીંકણી વસ્ત્રો પહેરવા અનુકૂળ રહેશે. સફેદ અથવા ભડકીરાર રંગોના વસ્ત્રો તરત નજરે ચઢી જશે પ્રાણીઓને ડરાવી દેશે. સામાન્ય રીતે લાંબા ટ્રાઉઝર્સ જ પહેરવા જોઇએ.
  • હંમેશા આરામદાયક જુતાઓ જેવા કે સ્પોર્ટસ શુઝ પહેરવાં.
  • જ્યારે મુલાકાત લઇ પરત ફરો ત્યારે તમારી સાથે વધેલો સામન પણ પાછો લેતા જવો.
  • નોંધણી કરાયેલા ગાઈડને હંમેશા સાથે રાખો.
  • હંમેશા બાયોડિગ્રેડેબલ સામગ્રીનો વપરાશ કરો.
  • નિરાશ ન થવું પડે તે માટે અગાઉથી જ વન વિભાગના આરામગૃહોમાં આરક્ષણ મેળવી લેવું જોઇએ.
શું ન કરવું
  • રાષ્ટ્રિય ઉદ્યાન અને અભ્યાર્મય વિસ્તારમાં ધુમ્રપાન અથવા અગ્નિ સળગાવવા ઉપર પ્રતિબંધ છે તેમજ અન્ય વન્ય વિસ્તારમાં પણ તેમ કરવું ઈચ્છનીય-હિતાવહ નથી.
  • જંગલ વિસ્તારમાં પોલી-બેગ્સનો ઉપયોગ કરવો ઈચ્છનીય-હિતાવહ નથી.
  • મોટા અવાજે હોર્ન વગાડવા તેમજ ઈયરફોન વિના ટ્રાન્ઝિસ્ટર વગાડવા કે વધુ પડતા ઘોંઘાટથી વન્યજીવનમાં ખલેલ પહોંચી શકે છે તેઓમાં ડર ફેલાઇ શકે છે.
  • વાહનમાંથી બહાર નીકળવું એ પોતાના જીવને જોખમમાં મુકવાની સાથે સાથે પ્રાણીઓને ખલેલ પહોંચાડવા બરાબર છે.
  • રાષ્ટ્રિય ઉદ્યાન, અભ્યારણ્ય અને અન્ય જંગલોના શાંત-રમણીય અને પવિત્ર વાતાવરણને કચરો ઠાલવી, ગંદકી કરી દુષિત ન કરવું
  • જંગલ વિસ્તારમાં ગંદકી ન કરશો
  • જંગલી પ્રાણીઓને પરેશાન ન કરશો
  • તિવ્ર સુગંધ ધરાવતા રસાયણો કે પરફ્યુમનો ઉપયોગ કરવાનું ટાળો.
  • પોતાની પાસે હથિયારો રાખવાનું ટાળો.
  • અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ થશો નહીં.
  • ચળકાટ-ભપકાદાર, ભડકીલાં વસ્ત્રો પહેરશો નહીં.
Go to Navigation