ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ (GBB)
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2006 દરમિયાન તા. 11/05/2006ના રોજ જારી કરાયેલા જાહેરનામા નં.GVN/2006/8/WLP/2003/177/G1;ની કલમ 22 હેઠળ ગુજરાત બાયોડાયવર્સિટી (જૈવવિવિધતા) બોર્ડ (GBB)ની સ્થાપના કરવામાં આવી છે. બોર્ડ રાજ્યની સ્થાનિક સંસ્થાઓ કક્ષાએ જૈવવિવિધતા પ્રબંધન
સમિતિ (BMCs) સ્થાપવા સક્રિય છે. આ બોર્ડના અધ્યક્ષ તરીકે ચેરમેન હોય છે, જે જૈવવિવિધતા પ્રબંધનનું જ્ઞાન અને અનુભવ ધરાવતા હોય છે. હાલ શ્રી. એસ.કે. ચતુર્વેદી, આઇએફએસ (IFS), પીસીસીએફ અને મુખ્ય ચેરમેનની કક્ષાના પ્રિન્સિપલ મુખ્ય વન સંરક્ષણ, બોર્ડના ચેરમેન તરીકેનો
પદભાર સંભાળી રહ્યાં છે જ્યારે શ્રી પી.જી. ગાર્ડી, આઇએફએસ (IFS) બોર્ડના સભ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
વધુ જાણો
શ્રી. આર.કે. સુગુર, આઇ.એફ.એસ
23.2129074
72.6528414
23.2159074
72.6528414
ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ
બી વિંગ, ૫મો માળ, અરણ્ય ભવન
સેક્ટર ૧૦-એ, ગાંધીનગર
ગુજરાત, ભારત
ગુજરાત જૈવવિવિધતા બોર્ડ હાલ નીચેની પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે
- જૈવવિવિધતા પ્રબંધન સમિતિઓ (BMCs)ની રચનાઃ જૈવિક વિવિધતા કાયદો 2002ની કલમ 41 હેઠળ, સ્થાનિક સંસ્થાઓમાં બીએમસી (BMC)ની રચના કરવી ફરજિયાત છે. બોર્ડ દ્વારા બીએમસીની રચના કરવાની ગ્રામ પંચાયત કક્ષાએ શરૂઆત કરી દીધી છે અને 12 જિલ્લાઓમાં 329 બીએમસીની રચના કરી દેવાઇ
છે.
- લોકોના જૈવ વિવિધતા નોંધણીપત્રક (PBRs) તૈયાર કરવાઃ જૈવ વિવિધતા કાયદો,2002ની કલમ 41 અંતર્ગત બીએમસીની રચના બાદ બોર્ડ દ્વારા જે તે વિસ્તારના કાર્યક્ષેત્રમાં જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ અને તેને સંબંધિત માહિતીને દસ્તાવેજીકૃત કરી તેને લોકોના જૈવ વિવિધતા નોંધણીપત્રકરૂપે
રાખવું. વિવિધ જિલ્લાઓની 50થી વધુ ગ્રામ પંચાયતોમાં આ કામગીરીનો બોર્ડ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો