ગુજરાત મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચ્યુરી કન્ઝર્વેશન સોસાયટી (એમએનપીસીએસ)
મરીન નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના દક્ષીણી સમુદ્રી કિનારે આવેલા જામનગર જિલ્લાના કચ્છના અખાત ખાતે આવેલો છે. કચ્છનો અખાત ભારતના પશ્ચિમ સમુદ્રી કીનારે આવેલો અરેબિનય સમુદ્રને અડીને આવેલો છે અને તે કચ્છના મોટા અને નાના રણને સૌરાષ્ટ્રની ભૂમિથી અલગ પાડે છે. પશ્ચિમે
તેનો સમુદ્ર વિસ્તાર 58 કિમી પહોળો છે અને પૂર્વ દિશામાં તેનો સમુદ્ર વિસ્તરા 170 કિમી પહોળો છે. મરીન નેશનલ પાર્કની સ્થાપના 1982માં વન્યજીવન (સંરક્ષણ) એક્ટ, 1972 અંતર્ગત કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ દરિયાઈ જીવસૃષ્ટી અને વનસ્પિતિ તેમજ અસ્કયામતોને સંરક્ષણ પુરું
પાડવાનો છે. વર્ષ 1982માં જ મરીન નેશનલ પાર્કને ભારતના સર્વપ્રથમ મરીન નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરાયો હતો. ગુજરાત મરીન નેશનલ પાર્ક કુલ 458 ચોરસ કિમી વિસ્તારને આવરી લે છે. મરીન નેશનલ પાર્કમાં 42 ટાપુઓના દ્વિપસમુહનો સમાવેશ થાય છે. જે પૈકી સૌથી વધુ સારા ટાપુઓમાં
પીરોટન, કારુભાર, નરારા, પોશીત્રા છે.
વધુ જાણો
ડૉ. જયપાલ સિંઘ, આઈએફએસ
ચેરમેન, ગુજરાત મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચ્યુરી કન્ઝર્વેશન સોસાયટી (એમએનપીસીએસ)
બી વિંગ, પહેલો માળ, અરણ્ય ભવન,
સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૦૧૦. ભારત
(૦૭૯) –૨૩૨૫૪૧૩૨
-
mnpforest@gmail.com
22.4705717
70.0576577
22.4705717
70.0576577
ગુજરાત મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચ્યુરી કન્ઝર્વેશન સોસાયટી
જામનગર, ગુજરાત-૩૬૧૦૦૮. ભારત
મરીન નેશનલ પાર્કની જીવસૃષ્ટિના પ્રમુખ આકર્ષણો
- રંગીન પરવાળાના સમૂહો, મેન્ગ્રોવ (ચેર વક્ષો)ના ભેજવાળી પોચી જમીન ધરાવતા ગીચ જંગલો, મડફ્લેટ્સ, સમુદ્રી ઘાસ, સમુદ્રી ફૂલો,સમુદ્રી છોડ, ખેરૂ, લીમ્બા અને ખડક સમૂહો અને જીવો મરીન નેશનલ પાર્કના છીછરા જળમાં જોવા મળે છે. આ વનસ્પિતઓ જમીન ઉપર રહેતા શિકારીઓને રોકે
છે તેમજ પક્ષીઓને માળાઓ અને વિસામો લેવાના હેતુ માટે એક છત્ર પુરવાર થાય છે.
- કોરલ લીચેન, કોરલ સ્પોન્જ, ગ્રીન સ્પોન્જ, પફર ફીશ, કરચલાઓ, પ્રોઉન્સ, દરિયાઇ ફૂલો, જેલી ફીશ, ઓક્ટોપસ, સી હેર, શેલ્ડ મોલ્લુસ્કસ, સમુદ્રી ગોકળગાય, તારા માછલી, ડોલ્પીનો, સમુદ્રી કાચબા અને વિવિધ દરિયાઇ પક્ષીઓ જેવા કે પીળી ચાંચ ઢોંક, બગલો, નાનો બગલો, આઈબીસ, ચમચો
(પહોળી ચાંચવાળું પક્ષી), ડાર્ટર, સુરખાબ, એવસેટ્સ, બતકો, ટર્ન્સ, ગુલ્સ સહિત નાના દરિયાઇ પક્ષીઓ મડફ્લેટ્સ અને ખડકાળ સમુદ્રી કિનારા ઉપર આહાર શોધતા, મેન્ગ્રોવ્સના વૃક્ષાચ્છાદીત વિસ્તારમાં માળાઓમાં રહેતા તેમજ સમુદ્રી કિનારાના છીછરા પાણીમાં વિચરણ કરતા જોવા મળે છે.
- તૃણાહારી અથવા સમુદ્રી ગાય એક સમુદ્રી સસ્તન જીવ છે જે સમુદ્ર અને અરેબિયન સમુદ્રમાં સંવવન કરે છે અને બોનાલીઆની દુર્લભ પ્રજાતિઓ, અવિભક્ત કૃમિની પ્રજાતિ પણ અહીં જોવા મળે છે.