ખાતાના વડા, બોર્ડ તથા નિગમો નિગમ અને કંપનીઓ

ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ

ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ, અન્ય રાષ્ટ્રીય અને રાજ્યકક્ષઆની સંસ્થઆઓ તેમજ સરકારી તથા સ્વૈચ્છિક સંગઠકો- સંસ્થાઓ સાથે મળીને જ્યાં જરૂરી હોય ત્યા રાજ્યના ઉદ્યોગોને પ્રદૂષણ નિયંત્રણ સંદર્ભે માર્ગદર્શન તેમજ સલાહ-સૂચન આપે છે.

ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતાં જોખમી ઔદ્યોગિક કચરો અને પ્રદુષિત પ્રવાહીના નિકાલ અંગે તેના ઉપયોગ અંગેનો પુરતો અભ્યાસ કર્યાં બાદ ઉપયોગી સલાહ-માર્ગદર્શન આપે છે. વધુમાં તે જોખમી ઔદ્યોગિક કચરાનો પુનઃઉપયોગ અને રિસાયકલીંગના ઉપાયો અંગે પણ સંશોધન કરે છે. તે ઔદ્યોગિક કચરાની હેરફેર ઉપરાંત એક માહિતીકેન્દ્રરૂપે પણ કાર્ય કરે છે. તદ્દઉપરાંત ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ પર્યાવરણ અને તેની કાર્યક્ષમતાનું અસરકારક મૂલ્યાંકન અને સમીક્ષા કરે છે તેમજ એન્વાયરમેન્ટલ ઓડીટ તથા પર્યાવરણ ઉપર થતી અસરોનો વિષદ અહેવાલ પણ તૈયાર કરે છે.

વધુ જાણોExternal website that opens in a new window

શ્રી. જયપાલ સીંગ, આઇ.એફ.એસ.

શ્રી આર​. ડી. કાંબોજ​, આઇએફએસ​

GEMI ભવન
પ્લોટ નંબર B: 246-247, ઇલેક્ટ્રોનિક એસ્ટેટ,
GIDC, સેક્ટર 25, ગાંધીનગર – 382024,
ગુજરાત, ભારત.

+૯૧-૭૯ - ૨૩૨૪૦૯૬૪

+૯૧-૭૯-૨૩૨૪૦૯૬૫

info-gemi@gujarat.gov.in

Head of the Department
23.22923
72.648048
23.23323
72.648048
ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ
નિયામકની કચેરી, ૩જો માળ,
બ્લોક નં. ૧૩, ડૉ. જીવરાજ મહેતા ભવન,
જૂના સચિવાલય, સે-૧૦, ગાંધીનગર

ઉદ્દેશો

  • પર્યાવરણ અને જીવસૃષ્ટીના રક્ષણ અને વ્યવસ્થાપન-સંચાલન અર્થે વૈજ્ઞાનિક, તકનીકી, નીતિ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં પોતાનો ફાળો આપવો.
  • વિવિધ પર્યાવરણ કાયદાઓ,માર્ગદર્શિકા,ન્યાયિક ચુકાદાઓમાં દર્શાવાયેલી બાબતો મુજબ ફરજિયાત કાર્ય કરવું,
  • પર્યાવરણ સંરક્ષણ અને તેને સંબંધિત મુદ્દાઓ બાબતે અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહન/વિકાસ/હાથ ધરવા
  • પર્યાવરણીય સંરક્ષણ માટે પર્યાવરણની ગુણવત્તા વધાવાના પગલાંને પ્રોત્સાહિત કરવાં.
  • સમાન ઉદ્દેશ સાથે કાર્ય કરતી રાષ્ટ્રીય કે અન્ય કોઇ એજન્સીઓ સાથે જોડાણ કરવું અથવા તો ચર્ચા-વિચારણા કરવી.
  • ઔદ્યોગિક એકમો કે અન્ય સંસ્થાઓને પ્રદૂષણ નિયંત્રણ અને તે સંબંધિત પગલાંની જરૂર હોય ત્યારે પ્રદૂષણ નિયંત્રણ અર્થે સંશોધન અને વિકાસના કાર્યો હાથ ધરવા.
  • પર્યાવરણીય સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને ઔદ્યોગિકિકરણ, શહેરીકરણ અને જળસ્ત્રોતો વિગેરે ઉપર વિકાસકાર્યોની અસરનું પણ મૂલ્યાંકન કરવું.
  • ઔદ્યોગિક ક્ષેત્રનું એન્વાયરમેન્ટલ ઓડીટ હાથ ધરવું.
  • નીતિ સંશોધન તેમજ સહાય સંસ્થાઓના આયોજનના પરિપ્રેક્ષ્યમાં કાર્યવાહી હાથ ધરવી.
  • પર્યાવરણ જાગૃતિ અને વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ અને ઈનામોની શરૂઆત કરવી.
  • માર્ગદર્શ આપવું અને એક તજજ્ઞ સંસ્થા તરીકે કાર્ય કરવું.
  • વર્તમાન માપદંડો અને સંજોગોને આધિન ધારાધોરણોની સમીક્ષા અને અભ્યાસ કરવો.
  • સંસ્થાના ઉદ્દેશને સફળ બનાવતી દરેક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું તેમજ આવી પ્રવૃત્તિઓ હાથ ધરતી તથા સંસ્થના ઉદ્દેશોને પ્રોત્સાહિત કરતી ગવર્નીંગ કાઉન્સિલ દ્વારા જરૂરી હોય એવી પ્રવૃત્તિઓ હાથ ધરવી.
  • પર્યાવરણના ક્ષેત્રમાં માનવ સંસાધન વિકાસ તથા તાલીમના કાર્યો હાથ ધરવાં.
  • સંસ્થા જેવા સંપૂર્ણ સમાન કે તેના જેવા જ ઉદ્દેશ સાથે કાર્ય કરતી વિશ્વમાં કોઇપણ સ્થળની શૈક્ષણિક અથવા અન્ય સંસ્થાઓને સહાયરૂપ થવાય તે રીતે વિશેષજ્ઞો, વિદ્વાનોનું આદાનપ્રદાન કરવું.
  • સંસ્થાના ઉદ્દેશોને પ્રોત્સાહિત કરતાં જરૂરી એવાં પ્રદર્શન પુસ્તકો, પેમ્ફલેટ્સ, સામયિકો, શૈક્ષણિકો અને માહિતીપ્રદ સામગ્રીઓનું મુદ્રણ, પ્રકાશન કરવું.
  • પુસ્તકો, સામયિકો, ફિલ્મો, વિડીયો તથા ઓડિયો વિઝ્યુઅલ સામગ્રીઓ ધરાવતાં માહિતીકેન્દ્રો અને પુસ્તકાલયોનો વિકાસ અને જાળવણી કરવાં.

સમીક્ષા સમિતિ દ્વારા નક્કી કરાંયેલાં વધારાના ઉદ્દેશો

  • ગેમી (ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GEM)) દ્વારા રાજ્યની પ્રવર્તમાન જરૂરીયાતો મુજબ પર્યાવરણ ક્ષેત્રે સંશોધન વિકાસના કાર્યો કરવાં. ઔદ્યોગિક ક્ષેત્ર, સંસ્થાઓ તેમજ એજન્સીઓની જરૂરિયાત પ્રમાણે કામગીરી હાથ ધરવી.
  • ગેમી એ વિવિધ પર્યાવરણ મુદ્દાઓ સંદર્ભે રાજ્ય સરકાર અને તેની એજન્સીઓ/સંસ્થાઓની એક સલાહકાર સંસ્થા તરીકેની ભૂમિકા નિભાવવી.
  • ગેમી એ સરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓને પર્યાવરણ પ્રબંધનના ક્ષેત્રમાં તાલીમ આપતી પ્રમુખ સંસ્થા તરીકેનું કાર્ય કરવું.
  • ગેમી એ જૈવ તબીબી કચરો, મ્યુનિસિપલ સોલીડ વેસ્ટસ મેનેજમેન્ટ, જોખમી કચરાનું પ્રબંધન, ઈઆઇએ (EIA), શુદ્ધ ઉત્પાદન, પર્યાવરણીય ઓડીટ, પર્યાવરણીય જોખમોનું મૂલ્યાંકન, વાતાવરણની હવાનું સતત નિરિક્ષણ,નિયંત્રણ અને નમૂનાઓ તૈયાર કરવા, પ્રદુષિત પ્રવાહીનુ શુદ્ધિકરણ, પર્યાવરણીય નીતિ આયોજન અને પ્રબંધન, પર્યાવરણીય નમૂના, પર્યાવરણીય કાયદાઓ, પર્યાવરણીય પ્રબંધન તંત્રવ્યવસ્થા, આઇએસઓ 14000 અને આઇએસઓ 18000, પર્યાવરણીય હિસાબો રાખવા જેવા કાર્યો કરવા અને તેને પ્રોત્સાહન આપવું.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

Go to Navigation